Posts

સોળ સોમવારની વાર્તા

વ્રતની વિધિ : શ્રાવણ માસના દર સોમવારે શિવજીના મંદિરે જઈ ભાવપૂર્વક અને શ્રધ્ધાપૂર્વક શંકરજી અને પાર્વતીજીની પુજા કરવી અને તે દિવસે એકટાણું કરી વ્રતની પાવન પવિત્ર કથા સાંભળવી. વાર્તા :  કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સોગઠાબાજી રમે છે. રમત જામી છે, પણ કોઈ હારતું નથી કે કોઈ જીતતું નથી. એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો, એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કે કોની હાર થઈ અને કોની જીત થઈ. ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે. એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા. બીજીવાર પર્વતીજીએ પાસા નાખ્યા ત્યારે બ્રાહ્મણ એમ જ બોલ્યો. હવે શિવજીનો વારો આવ્યો,  શિવજી એ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા. ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પર્વતીજીના ક્રોધનો પર ન રહ્યો. એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્તપિતિયો કોઢ ફૂટી નીકળશે. શ્રાપ આપતાં જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો, પરુ વહેવા લાગ્યું...